Vastu Shastra

Vastu Shastra

દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરતી વખતે વાસ્તુના શક્ય તેટલા નિયમોને અનુસરો.
* દિવાળી પહેલાં આખા ઘરને સાફ કરવું. પડદા ધોઈ નાખવા.
* ઘરમાં વધારાનાં કે તૂટેલાં કપરકાબી, કાચનાં વાસણ, રમકડાં, પસ્તી વગેરે વસ્તુઓનો યોગ્ય નિકાલ કરી દેવો. લાંબો સમય તેને ઘરમાં રાખવાં નહીં.
* પાણીના નળ લીકેજ હોય તો તાત્કાલિક રિપેર કરવા. નળ લીકેજ હોય તો લક્ષ્મી ટકતી નથી અને ઘરમાં રોગ ઉત્પન્ન થાય છે.
* ઘરમાં બારીના કાચ તૂટી ગયા હોય તો બદલી નાખવા અને તૂટેલા અરીસા પણ કાઢી નવા નાખવા. ઘરની તૂટેલી ટાઇલ્સ બદલી નાખવી.
* પ્લાસ્ટિકનાં ફૂલ બેડરૂમમાં રાખવાં નહીં.
* દાદર નીચે પૂજાસ્થાન કે મંદિર હોય તો શુભ દિવસે શુભ મુહૂર્તમાં તે બદલી નાખવું.
* ધંધાની જગ્યાએ દાદર નીચે કેશબોક્સ હોય તો જગ્યા બદલી નાખવી. કેશબોક્સ કે નાની તિજોરી દક્ષિણ દિશામાં રાખવી. જેનો દરવાજો ઉત્તર દિશા બાજુ ખૂલવો જોઈએ.
* બારી-બારણાં ક્યારેય લાલ રંગ કે કાળા રંગના ન કરવાં. આછો રંગ અથવા સફેદ રંગ ઉત્તમ રહે છે.
* ઘરના મુખ્ય પ્રવેશદ્વારની વચ્ચે ભૂલથી પણ સાવરણી ન રાખવી.
* પાણીની માટલી બે-ચાર મહિને બદલી નાખવી. માટલી પીળા રંગની અથવા કેસરી રંગની રાખવાથી આવકમાં વધારો થાય છે.
* પાણિયારા પર ક્યારેય કાળી માટલી રાખવી નહીં. જો હશે તો તે ઘરની સ્ત્રીને પેશાબ, કિડનીનું દર્દ, કફ અને શ્વાસની તકલીફ સૂચવે છે.
* રસોડા સામે સંડાસ રાખવું નહીં. જો હોય અને તેને બદલવું શક્ય ન હોય તો બંને વચ્ચે પડદો કરવો અને ક્રિસ્ટલ બોલ લગાડવા.
* ઘરના ઇશાન ખૂણામાં બૂટ, ચંપલ, સાવરણી કે કચરાટોપલી ક્યારેય ન રાખવી.
* જો ઘરમાં ટીવી અથવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બંધ હોય તો તાત્કાલિક રિપેર કરાવવાં અથવા બદલી નાખવાં.
* સફેદ રંગની સુગંધવાળી માટી હોય તેવી જગ્યાને રહેવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.
* જગ્યાનો ઢાળ ઉત્તર અને પૂર્વ બાજુ હોય તો તે શ્રેષ્ઠ છે.
* ઘરની અથવા ફેક્ટરીની સામે મંદિર હોય તો તે અશુભ છે.
* મંદિરની ધજાનો પડછાયો ઘર ઉપર ન પડવો જોઈએ.
* ઘરનો પશ્ચિમ ભાગ પૂર્વ કરતાં ઊંચો રાખવો.
* ઘરમાં વધારે દરવાજા હોય તો સકારાત્મક ઊર્જા ઘરમાં રહેતી નથી અને ઘરમાં અશાંતિ રહે છે.
* અરીસાને ક્યારેય બેડની સામે ન રાખવો. જો અરીસામાં પલંગ દેખાય તો ઘરમાં બીજી વ્યક્તિના આવવાની સંભાવના રહે છે.
* બાળકોને જમીન પર સુવડાવવાં નહીં, નહીંતર તે જલદી બીમાર થાય છે.
* પલંગની નીચે બૂટ, ચંપલ ન રાખવાં. પલંગની નીચે એટલી જગ્યા રાખવી કે ઊર્જાનું વહન થઈ શકે.
* સંડાસનો દરવાજો હંમેશાં બંધ રાખવો, તેને વધારે શણગારવો નહીં કે ઘાટો રંગ કરવો નહીં.
* ઘરના મુખ્ય દરવાજા સામે સીડી ન હોવી જોઈએ. તેનાથી ઘરમાં રહેવાવાળી વ્યક્તિની તબિયત ખરાબ રહે છે.
* ઘરની મધ્યમાં સંડાસ ન બનાવવું. તેનાથી ઘરમાં ચારેય બાજુ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે.
* ટી જેક્શન સામે મકાન ન હોવું જોઈએ.
* જો દક્ષિણ, પશ્ચિમ, નૈઋત્ય દિશામાં બેઝમેન્ટ હોય તો તાત્કાલિક પુરાવી દેવું. બેઝમેન્ટ બનાવવું જ હોય તો ઉત્તર, ઇશાન કે પૂર્વમાં બનાવવું.
* ઘરનું મુખ્ય દ્વારા કોઈ પણ જગ્યાએથી તૂટેલું ન હોવું જોઈએ. ઘરનો મુખ્ય દ્વાર ક્યારેય ત્રાંસો ન લગાવવો.
* ઘરનો દરવાજો ખોલતાં અવાજ ન આવવો જોઈએ. જો અવાજ આવે તો વંશનો નાશ થાય છે, માટે દરવાજામાં ઓઇલિંગ કરવું.
* તૂટેલા અને જર્જરિત થઈ ગયેલા પડદા કાઢી નાખવા.
* રસોડામાં મંદિર ન બનાવવું.
* એક જ લાઇનમાં ત્રણ દરવાજા ન રાખવા. તેનાથી દ્વારવેધ થાય છે. એક લાઇનમાં ત્રણ દરવાજા હોય તો વચ્ચેના દરવાજામાં પડદો કરવો.
* દુકાનમાં મંદિર ઇશાનમાં રાખવું અને મંદિર ઉપર કોઈ વસ્તુઓ રાખવી નહીં.
* રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વ બાજુ રહે તેનું ધ્યાન રાખવું.
* પ્લેટફોર્મ કાળા રંગના પથ્થર કે મટીરિયલમાંથી ન બનાવવું.
* રસોડું અગ્નિ દિશામાં બનાવવું શક્ય ન હોય તો વાયવ્ય દિશામાં બનાવવું.
* પૂજાખંડ કે મંદિરમાં અંધારું શત્રુથી ભય અને માંદગી સૂચવે છે.
* મંદિરની અંદર બે ગણેશ, બે માતાજીના ફોટા ન રાખવા.
ઘરમાં વસનાર માણસોની સુખ સમૃદ્ધિ માટે ઘરનું વાસ્તુ જોવામાં આવે છે. આ સુખ સમૃદ્ધિ આપનાર ઘર જમીન પર ઉભું થાય છે તેથી જમીનના પ્લોટનું વાસ્તુ ઠીક હોય તે ઘર કરતા પણ વધુ મહત્વનું ગણાય. વળી જમીનના વાસ્તુ દોષો એક વાર મકાન બની જાય પછી સુધારવા મુશ્કેલ બને છે તેથી ઘર બનાવતા પહેલા વિચારાધીન જમીન નું વાસ્તુ તપાસવું અગત્યનું છે.

              જમીન ના પ્લોટનું વાસ્તુ જોવા માટે
·    પ્લોટ નગરની કઈ દિશામાં છે?
·    પ્લોટ કેવા આકારનો છે?
·    તેનું ભુપૃષ્ટ - ઢાળ, સપાટી કેવી છે?
·    કઈ દિશામાં પ્રવેશ દરવાજો છે ?
·    પ્લોટની કઈ દિશાએ રસ્તા છે ?
·    પ્લોટની માટી કેવી છે ?
·    કઈ દિશામાં કેવા ઝાડ કે અન્ય મકાન, દેવાલય, જળાશય વગેરે છે ?
·    કઈ દિશામાં અંતરાય છે?
    વગેરે બાબતો ચકાસવી પડે છે.
    પ્લોટ નગરની કઈ દિશામાં છે?                
    પ્લોટનો  આકાર કેવો  છે?                        

    શુભ આકાર:
·    સમ-ચોરસ
·    લંબચોરસ
·    અષ્ટકોણ
અશુભ આકાર :
·    ગોળ - લંબગોળ
·    ત્રિકોણ
·    પંચકોણ
·    અનિયમિત - વિચિત્ર આકાર
·    જેનો ઈશાનખૂણો કપાત હોય
·    વાઘ મુખી
·    ડમરુ આકાર
                     
તેનું ભુપૃષ્ટ - ઢાળ, સપાટી કેવી છે?           

·    ઈશાન દિશા તરફ નીચાણ અને નૈઋત્ય તરફનો ભાગ ઉંચો હોવો જોઈએ
·    ઇશાન અને પૂર્વ તરફ નીચે જતાસિવાયના કોઈ પણ અન્ય બાજુના ઢાળ વાળા પ્લોટ અનુચિત છે.
પ્લોટ નો પ્રવેશ દરવાજો કઈ દિશામાંછે ?       
·     રહેણાકના મકાન ના કમ્પાઉન્ડ ગેટ અને ધંધા માટેના સ્થળ ના કમ્પાઉન્ડ ગેટ માટે જુદી જુદી દિશાઓ અનુકુળ રહે છે.
·    ધંધા માટે આર્થિક વિકાસને તથા ઘર માટે સ્વાસ્થ્ય અને સુખને કેન્દ્રમાં રાખવા જોઈએ
·    પૂર્વની અથવા ઉત્તરની દીવાલ માં ગેટ જ્ઞાન માટે વધુ અનુકુળ છે.
·    પશ્ચિમ ની દીવાલ પરનો ગેટ આર્થિક વિકાસ માટે વધુ અનુકુળ રહે છે.
·    દક્ષિણ ની દીવાલ પર ગેટ ક્યારેય સલાહ ભર્યો નથી.
·    દક્ષિણ-પૂર્વમાં ગેટ માત્ર સ્ત્રીઓ માટે લાભ દાયક રહે છે. તેથી સ્ત્રીઓની સંસ્થાઓ માટે અનુકુળ છે.
·    મુખ્ય ગેટ ઉપરાંત વધારાનો ગેટ રાખવો હોય તો દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ દીવાલ પર રાખી શકાય. 
જમીન ખોદતા શું નીકળે છે?                     


·    નીચેની ચીજો ખોદકામ દરમિયાન નીકળે તે જમીન ઠીક નથી અને આવા પ્લોટ પર બાંધકામ કરતા પહેલા શાંતિ માટે ની વિધિ કરાવવી ખાસ જરૂરી બને છે.
·    હાડકા
·    ચિંથરા
·    ગાય સિવાયના પ્રાણીના શીંગડા
·    કોલસા
·    મંત્ર તંત્ર કરીને દાટેલ ચીજો
·    સાપ, વીંછી કે રાફડા
·    ઉધઈ ની ખુબ મોટી કોલોની
 ઘરમાં વસનાર માણસોની સુખ સમૃદ્ધિ માટે ઘરનું વાસ્તુ જોવામાં આવે છે. આ સુખ સમૃદ્ધિ આપનાર ઘર જમીન પર ઉભું થાય છે તેથી જમીનના પ્લોટનું વાસ્તુ ઠીક હોય તે ઘર કરતા પણ વધુ મહત્વનું ગણાય. વળી જમીનના વાસ્તુ દોષો એક વાર મકાન બની જાય પછી સુધારવા મુશ્કેલ બને છે તેથી ઘર બનાવતા પહેલા વિચારાધીન જમીન નું વાસ્તુ તપાસવું અગત્યનું છે.
 
              પ્લોટની માટી કેવી છે ?
  
                         

·     જે પ્લોટ ની માટી સાધારણ ભેજ વાળી અને ચીકણી હોય તે શુભ છે.
·    લુખી અને વેરાન જમીન ઠીક નથી.
·     જે જમીન પાણીને શોષી લેવામાં એક કલાક થી પણ વધુ સમય લાગે તેમાં બાંધકામ કરવું નહિ.
·    જે જમીનમાં તુલસીના બીજ અંકુરિત થાય નહિ તે અનુચિત છે.
·    જે જમીનમાં સડેલી વાસ આવે તે તાજ્ય છે.
·    રાતા રંગની જમીન વ્યવસાયી સ્થળ માટે અનુકુળ રહે છે.
·    ઘાટા અને કાળા રંગની જમીન દરેક રીતે શુભ છે.
                         

કઈ દિશામાં કેવા ઝાડ કે અન્ય મકાન,દેવાલય, જળાશય વગેરે છે                     

·    દેખાવમાં બિહામણું કે કદરૂપું લાગે તેવું ઝાડ નજીક હોય તેવો પ્લોટ પસંદ કરવો નહિ.
·    જેની નજીકમાં અવાવરું મકાન હોય તેવો પ્લોટ પસંદ કરવો નહિ.
·    દેવાલય ની ધજાનો પડછાયો પડતો હોય તેવો પ્લોટ ઠીક નથી.
·    અગ્નિ દિશામાં કુવો કે વાવ કે તળાવ હોય તેવો પ્લોટ શુભ નથી.
·    ઉત્તર અને ઈશાનમાં ખુબ મોટા અને ઉંચા ઝાડ હોય તે શુભ નથી.
·    પીપળાનું ઝાડ પિતૃ દોષ નું સુચન કરે છે - રહેણાક ના મકાન માટે ઠીક નથી.

No comments:

Post a Comment