Saturday, March 9, 2019

Punitvaghadiya: BEDROOM DESIGN

Punitvaghadiya: BEDROOM DESIGN: BEDROOM DESIGN  DESIGNED BY PUNIT VAGHADIYA

Monday, February 25, 2019

BEDROOM DESIGN

BEDROOM DESIGN 

DESIGNED BY PUNIT VAGHADIYA























dental clinic design concept

 PV INTERIOR DESIGNING

DENTAL CLINIC DESIGN CONCEPT


     


















































































Wednesday, June 26, 2013

Kedarnath Yatra

                                                Kedarnath Yatra

    
શંકરજી, અમે તે એવા કયા ગુના કીધા રે?


દર્શને તમારા આવ્યા હતા અમે સીધા રે…. શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ભક્તો તમને પૂજે, ગુણ તમારા ગવાય

તોય તમારા ભક્તોને તમે તણાવી દીધા રે… શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ચાર ધામ જાતરાનો મહિમા બહુ ગવાય

એ જાતરાએ કેમ કરીને આવશે બધા રે… શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

યાત્રા ધામમાં લૂટફાટ, માનવતા ખોવાય!

માનવને પશુ તમે કેમ બનાવી દીધા રે…. શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ત્રીજું નેત્ર ખોલ્યું ને તાંડવ કર્યું કહેવાય

ભક્તો પર જ કેમ તમે આટલા ખિજાયા રે…. શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

ગંગાજીને ઝીલ્યા હતાં, જટા કેમ ખોલાય?

નાથ, તમે કેટલાને અનાથ બનાવ્યા રે… શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?

રાવણને લંકા, રામને વનવાસ, કેવો ન્યાય?

અત્યાચારી રાક્ષસો પર જ તમે કેમ રિઝાતા રે… શંકરજી અમે તે એવા કયા ગુના કીધા રે?


                                             


Sunday, August 28, 2011

ગુજરાત દર્શન


ગુજરાત દર્શન



અહિ તમે ગુજરાતની અસલ ગરીમા અને ગુજરાતના પારંપરિક તેમજ જોવા લાયક સ્થળો વિશે જાણી શકશો…
sidisaiyad
સીદીસઈદની જાળી
ઐતિહાસિક સ્મારકોની નગરી તરીકે અમદાવાદ વિખ્યાત છે.ખાસ કરીને મુસ્લિમ સ્થાપત્ય માટે જગમશહૂર છે.અમદાવાદમાં લાલદરવાજા વિસ્તારની સીદીસઈદની મસ્જિદ તેની જાળીઓની કલાત્મક કોતરણી માટે જગમશહૂર છે. જાળીનાં ભૌમિતિક આકારો વચ્ચ વૃક્ષવેલનું બારીક કોતરકામ ખૂબ મુલાયમ છે.આ જાળીઓની લાકડાની અને ચાંદીની અનુકૃતિ બનાવીને અમદાવાદના પ્રતિક તરીકે દેશ-પરદેશમાં મોકલવામાં આવે છે.
મોઢેરા સૂર્યમંદિર
250px-modherasuntempleઉત્તર ગુજરાતમાં મહેસાણાથી ૩૦ કિમી દૂર આવેલુ મોઢેરાનું સૂર્યમંદિર સોલંકી રાજા ભીમદેવમના સમયમાં બંધાયું હતું. આ મંદિર પૂર્વાભિમૂખ છે. બધા સૂર્યમંદિર પૂર્વાભિમૂખ  હોય છે. આનું કારણ એ છે કે વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશે અને આખુ મંદિર તેજોમય બની જાય.એક સમયે આ ગર્ભગૃહમાં સૂર્યની મૂર્તિ હશે પરંતુ આજે નથી. આ ગર્ભગૃહ ઉપર કલાત્મક શીખર હતું જે તુટી ગયું છે. આ ગર્ભગૃહને ફરતો પ્રદક્ષીણાપથ પણ છે.
250px-sun_temple_sabha_mandap
ગર્ભગૃહના આગળના ભાગમાં આઠ સ્તંભવાળો મંડપ છે, જે ગૂઢમંડપ કહેવાય છે. આ આખીયે રચના કલાત્મક શિલ્પોથી આકર્ષક લાગે છે. આ શિલ્પોમાં નારી આલેખનોની અંગભંગી કલાત્મક છે. આ સ્તંભોમાં રામાયણના પ્રસંગો તથા સંસારજીવનના દ્ર્શ્યો આલેખાયેલા જોવા મળે છે.આ ગૂઢમંડપનાં સુંદર ભાવવાહી શિલ્પો મંદિરની કલા સમૃધ્ધિમાં વધારો કરે છે.
250px-suryakund
મંદિરના આગળના ભાગમાં એક મોટો લંબચોરસ પાણીનો કુંડ આવેલો છે. તે સૂર્યકુંડ કે રામકુંડ કહેવાય છે.આ કુંડના ગવાક્ષોમાં હિંદુ દેવ-દેવીઓનાં સુંદર શિલ્પો છે.આ કુંડની ચારે દિશાએ નાની-નાની દેરીઓ આવેલી છે. સૂર્યકુંડમાં જળચર પ્રાણીઓની શિલ્પાકૃતિઓ પણ છે.
મોઢેરાનું સૂર્યમંદિરનું બારીક અને સફાઈદાર કોતરકામ ગુજરાતમાં બીજે ક્યાંય પણ જોવા મળતુ નથી. પથ્થરમાં કંડારાયેલું આ મંદિર આપણા ભવ્યભૂતકાળની જાહોજલાલી અને કુશળ કારીગરીનું જ્વલંત ઉદાહરણ છે.

સૌરાષ્ટ્રનું નજરાણું સોમનાથ

પ્રકૃતિની અજબ-ગજબ અજાયબી સમા તત્ત્વોનું નિરીક્ષણ કરી તેનો આનંદ માણવાની મજા જ કંઈક ઓર હોય છે. જીવન આનંદથી ભરેલો દરિયો છે, પ્રવાસ તેનું નેત્ર છે.

મોટી કાંટડી હાઈસ્કૂલથી ‘સૌરાષ્ટ્ર દર્શન’ પ્રવાસ ખેડવા ૧૧:૦૦ કલાકે વિધાર્થીઓ અને શિક્ષકો સાથે અમે રવાના થયા. મોટી કાંટડીથી લગભગ ૨૫૦ કિ.મી. દૂર સોમનાથ મંદિર આવેલું છે. તે જોઈ અમે આશ્ચર્યચકિત થયા, હું તો અનિમેષ નયને તે જોયા કરતો, મંદિરની કલાત્મક કોતરણી, શિલ્પ,સ્થાપત્ય અદ્ભુત હતું. મંદિરની રચના શિખરબદ્ધ હતી, મંદિર ઉપર દીવા પ્રગટાવી શકાય તેવી સૂક્ષ્મ કોતરણી હતી.
મંદિરમાં પ્રવેશ કરતાં હનુમાનજી, બળિયાદેવ અને ગણપતિજીનાં મંદિરો હતાં. મંદિરના ગર્ભગૃહમાં શંભુનું શિવલિંગ હતું, પાછળ દેવી પાર્વતીની મૂર્તિ હતી. ત્યાંની આરતી અદ્ભુત હતી. મંદિરની આસપાસ વિશિષ્ટ પ્રકારના બગીચા હતા, બગીચામાં થાકી ગયેલા લોકો આરામ કરતા હતા.
મંદિરની પાછળ અનન્ય સમુદ્ર છે, ત્યાંનાં મોજાં દરેકને પવિત્ર કરે છે. દેશ-વિદેશના સહેલાણીઓ તેની મજા માણવા અહીં આવે છે. અહીં ઘોડેસવારી અને ઊટસવારી ઉપલબ્ધ છે. તેની મજા માણવાનો આનંદ વિરાટ છે. ભૂલકાઓ માટે ચગડોળ, લપસણી અને ટ્રેનનું આયોજન છે. બરફના ગોળા, નારિયેળ પાણી ત્યાં ઉપલબ્ધ છે.
આમ દરિયાને શિવનું ત્રીજું નેત્ર માનવામાં આવે છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે.
શત્રુંજય તીર્થની મહિમાવંતી યાત્રા
ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે
વર્ષાકાળને બાદ કરતાં જૈનોના સૌથી મહાન તીર્થ શત્રુંજયની યાત્રા આઠ માસ દરમિયાન નિયમિત રીતે થતી જ રહે છે અને ઓછીવત્તી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું આ તીર્થમાં આવાગમન થતું જ રહે છે પણ વરસનાં કેટલાંક પર્વો એવાં છે, જેમાં શત્રુંજય તીર્થમાં લાખો યાત્રિકોનો મહેરામણ ઊમટી પડે છે.
ફાગણ સુદ તેરસ પણ આવું જ એક મહિમાવંત પર્વ છે. આ દિવસે દોઢ લાખથી વધુ યાત્રિકો ગિરિરાજની સ્પર્શના કરવા આવે છે. શત્રુંજય તીર્થ એ દેશ-વિદેશમાં વસતા જૈનોનું એક એવું શ્રદ્ધાતીર્થ છે, જેની તોલે અન્ય કોઈ જૈન તીર્થ આવી શકતું નથી.
ફાગણ સુદ તેરસના દિવસે શત્રુંજયની છ ગાઉની વિશિષ્ટ પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ યાત્રામાં અંદાજે પંદર-સોળ કિલોમીટરનો વિકટ પંથ પગે ચાલીને કાપવાનો હોય છે. છ ગાઉના ઊબડખાબડ અને આકરા ચઢાવ-ઉતારવાળા માર્ગો છતાં આબાલવૃદ્ધો આ પંથ હસતા મુખે કાપે છે. સેંકડો સાધુ-સાઘ્વીજીઓ સહિત હજારો શ્રાવક-શ્રાવિકાઓ આ દિવસે છ ગાઉની યાત્રા કરીને સિદ્ધવડ નામના સ્થળે પહોંચે છે.
સિદ્ધવડ એ છ ગાઉની યાત્રાની સમાપ્તિનું સ્થળ છે. છ ગાઉની યાત્રાનો આરંભ ‘જય તલાટી’થી કરવામાં આવે છે. અહીં ભાવિકો ચૈત્યવંદન કરીને વિધિવત્ યાત્રાનો આરંભ કરે છે. ‘જય તલાટી’ એ પાલિતાણા ગામ તરફની આગળની તલાટી છે અને સિદ્ધવડ એ આદિપુર ગામ તરફની પાછળ બાજુની તલાટી છે. આ સ્થળે એક વિશાળ વટવૃક્ષ છે. આ વટવૃક્ષ નીચે ભૂતકાળમાં લાખો આત્માઓ સિદ્ધપદ પામ્યા હોવાથી એને સિદ્ધવડ કહે છે.
છ ગાઉની યાત્રાનો માર્ગ એ રીતનો છે કે એમાં શત્રુંજય તીર્થનાં સમગ્ર દેરાસરોને આવરી લેવાય તે રીતે પ્રદક્ષિણા કરાય છે. જૈનોમાં એવી રૂઢ માન્યતા છે કે ખુલ્લા પગે છ ગાઉની પ્રદક્ષિણા પૂર્ણ કરીને સિદ્ધવડ સુધી પહોંચનારા યાત્રિકો બહુ ઓછા ભવોમાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે.
સિદ્ધવડ જે ગામની સીમમાં આવેલું છે તે આદિપુર ગામનું નામ ભગવાન આદિનાથ ઉપરથી પડેલું છે. આદિનાથ ભગવાને જેટલી વાર શત્રુંજયની સ્પર્શના કરી એટલી વાર તેઓ આદિપુરવાળા રસ્તેથી પધાર્યા હતા. પાલિતાણા ગામની સ્થાપના પછી એ રસ્તાનું ચલણ બંધ પડી ગયું અને ‘જય તલાટી’વાળા રસ્તાનો મહિમા વધી ગયો.
છ ગાઉની યાત્રા દરમિયાન આવતાં મહત્ત્વનાં સ્થળોમાં ચિલ્લણ તલાવડી, ભાડવો ડુંગર, અજિતનાથ-શાંતિનાથનાં પગલાં વગેરે મુખ્ય છે. આ દરેક સ્થળે દેરીઓમાં ચૈત્યવંદન, કાઉસ્સગ્ગ અને પંચાંગ-પ્રણિપાત કરવાનાં હોય છે.
એક રસપ્રદ બાબત એવી છે કે ચિલ્લણ તલાવડીના કિનારે શ્રદ્ધાળુ લોકો સૂઈ જવાની મુદ્રામાં કાઉસ્સગ્ગ કરે છે. આ સ્થળે લાખો મહાત્માઓ અણસણ (અનશન, ખાનપાનનો સદંતર ત્યાગ) કરીને સૂતેલી મુદ્રામાં મોક્ષપદ પામ્યા હોવાથી તેમની સ્મૃતિમાં આમ કરાય છે.
ભાડવા ડુંગર ઉપરની દેરીમાં શ્રદ્ધાથી ચૈત્યવંદન કરનારના એક લાખ ભવોનાં પાપો નાશ પામતાં હોવાનું પણ જૈન શ્રદ્ધાળુઓમાં મનાય છે. અજિતનાથ અને શાન્તિનાથનાં પગલાંવાળી દેરીઓની સન્મુખ જૈનોનું પ્રખ્યાત અજિતશાંતિ સ્તોત્ર રચાયું હોવાની અનુશ્રુતિ જૈનોમાં સેંકડો વરસોની પરંપરામાં સંભળાતી આવી છે. આ સ્તોત્રની રચના નંદીષેણ મુનિ નામના જૈનધર્મના ખ્યાતનામ મુનિએ કરી હતી.
કહેવાય છે કે નંદીષેણ મુનિની સ્તવનાના પ્રતાપે સામસામે રહેલી દેરીઓ દૈવી પ્રભાવથી એક જ હરોળમાં આવી ગઈ. આ સ્તોત્ર અજિતશાંતિના નામે ખૂબ પ્રસિદ્ધિ ધરાવે છે. જૈનોનાં નવ વિશિષ્ટ સ્મરણોમાં તેને સ્થાન આપ્યું છે.
છ ગાઉની યાત્રા જયાં સમાપ્ત થાય છે તે સિદ્ધવડની છત્રછાયામાં ભારતભરના દાનવીર જૈનો દ્વારા સેંકડોની સંખ્યામાં માંડવા નાખવામાં આવે છે, જેને ‘પાલ’ તરીકે ઓળખવાનો રિવાજ છે. આ પાલમાં તમામ યાત્રિકોની અને ભારતભરમાંથી યાત્રાર્થે પધારેલા સાધુ-સાઘ્વીજીઓની અત્યંત બહુમાનપૂર્વક ભકિત કરવામાં આવે છે.
જૂના યુગમાં ફાગણ સુદ તેરસને ‘ઢેબરાં તેરસ’ કહેતા હતા, કેમકે છ ગાઉના યાત્રિકોને દહીં અને ઢેબરાં વપરાવીને તેમની ભકિત કરાતી હતી. આધુનિક સમયમાં તો યાત્રિકો માટે સેંકડો પ્રકારનાં ભોજન તૈયાર કરાય છે. ઘણી વખત તો ફાગણ સુદ ૧૩ની યાત્રાના અવસરે સમગ્ર યાત્રિકોનાં ચરણ પખાળીને તેમનું સંઘપૂજન પણ કરવામાં આવે છે.
જૂના યુગમાં તો શત્રુંજય તીર્થની બાર ગાઉની અતિવિકટ ગણાતી પ્રદક્ષિણા કરવાનો પણ રિવાજ હતો, પરંતુ શત્રુંજયી નદી ઉપર ડેમ બંધાતાં બાર ગાઉનો સમગ્ર યાત્રાપથ ડૂબમાં જવાથી હવે તે યાત્રા બંધ પડી છે. પરંતુ છ ગાઉની યાત્રાનો મહિમા તો દર વરસે વધતો જ જાય છે. અગાઉ ત્રીસેક હજાર જૈનો છ ગાઉની યાત્રા કરતા હતા, અત્યારે આ આંકડો દોઢ લાખની સંખ્યાને વટાવી ગયો છે.
                                    સાળંગપુર હનુમાન



અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સાળંગપુર ગામ આવેલું છે. આ ગામમાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે, જે વિક્રમ સંવત 1906માં (1850 એ.ડી.) સ્વામિનારાયણના સંત ગોપાલાનંદ સ્વામીએ સ્થાપેલી છે. 

આ મંદિરમાં 25 ફૂટ પહોળો સભામંડપ છે. જેને આરસના પથ્‍થરથી જડવામાં આવ્યો છે. હનુમાનજીની મૂર્તિ ત્‍યાં રૂમમાં પ્રસ્‍થાપિત કરવામાં આવી છે. આ રૂમનાં બારણાં ચાંદીનાં છે. આ મૂર્તિની પૂજા બ્રહ્મચારી બ્રાહ્મણ દ્વારા જ કરવામાં આવે છે. સાળંગપુર હનુમાનજીના મંદિર પાસે સ્‍વામિનારાયણ મંદિર આવેલું છે. આ મંદિર અક્ષર પુરુષોત્તમ સેવા સંસ્‍થાનનું મંદિર છે. તેમાં સ્‍વામી સહજાનંદ, સ્‍વામી યજ્ઞપુરુષદાસજીની પ્રતિમાઓ છે. સ્‍વામી સહજાનંદ સ્‍વામીનાં પગલાં છે અને અન્‍ય મંદિર રાધાકૃષ્‍ણનું મંદિર છે. આમ, સાળંગપુર હનુમાનજીના મંદિરનું ઘણું મોટું મહત્‍વ છે. 
કાળી ચૌદસના દિવસે અહીંયા ખુબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પ્રેતાત્માઓથી પીડિત લોકો તેમના ત્રાસથી છુટવા માટે પણ આવે છે. એવું કહેવાય છે કે અહીંયા આવવાથી ખરાબ આત્માઓ જે તમને હેરાનગતિ કરી રહી હોય તેનાથી મુક્તિ મળી જાય છે. આ સિવાય અહીંયા માનસિક વિકલાંગોને પણ તેવી શ્રદ્ધા સાથે લાવવામાં આવે છે કે તેમના દુ:ખને કષ્ટભંજન હનુમાનજી દૂર કરી દેશે. શનિવારે અહીંયા ખુબ જ મોટો મેળાવડો જામે છે. આ દિવસે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ લઈને આવે છે. 
                                  સાળંગપુરનો ઈતિહાસ
સાળંગપુરના સ્વામિનારાયણ ભક્ત દરબાર જીવા ખાચર હંમેશાં સાધુઓની સેવા અને ભકિત કરતા. સમય જતાં જીવા ખાચર પછી તેમના પુત્ર વાઘા ખાચરની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. પરિણામે તે સાધુઓની સેવા કરી શકતા ન હોતા. શ્રી ગોપાળાનંદ સ્વામી સત્સંગ પ્રચાર-પ્રસારાર્થે વિચરણ કરતા બોટાદ ગામે આવ્યા. આ સમાચાર સાંભળી સાળંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ સ્વામીશ્રીના દર્શનાર્થે ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે, દરબાર! આપશ્રી ઉદાસ દેખાઓ છો. તે સમયે વાઘા ખાચરે વિનંતી કરતાં કહ્યું કે, સ્વામી, અમારે તો બે પ્રકારના કાળ પડયા છે. ત્રણ વરસથી વરસાદ નથી અને બીજું, અમારા ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે સંતો આવતા નથી, જેથી સત્સંગનો દુકાળ છે. સ્વામી! આપ કંઇક કૃપા કરો તો સંતો અમારે ત્યાં પધારે. 

સ્વામી ગોપાલાનંદે વાધાને સાળંગપુરથી પથ્થર લાવવાનું કહ્યું. તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી. વાધાને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને હનુમાનજીની મૂર્તિ કોતરી આપવાનું કહ્યું. સામાન્ય કારીગર પાસે મૂર્તિ કોતરાવી ત્યાર બાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા. વિક્રમ સંવત 1906ને (1850 એ.ડી.) આસો સુદ પાંચમના રોજ વિદ્વાન બ્રાહ્મણોની મદદથી વ્યવસ્થિત પૂજાવિધિ સાથે આ મૂર્તિની સ્થાપના દરબાર વાધા ખાચરની જમીનમાં જ કરવામાં આવી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. સ્વામી ગોપાલાનંદ મૂર્તિની આંખોમાં આંખો પરોવીને આરતી દરમ્યાન ઊભા રહ્યા. આરતીના પાંચમા રાઉન્ડ બાદ મૂર્તિ હલવા લાગી. બધાને લાગ્યું કે ઈશ્વરનો આ મૂર્તિમાં વાસ થયો છે. ત્યાર બાદ સ્વામીજીએ તેજનું પ્રત્યાર્પણ કરવાનું બંધ કર્યું અને લોકો ભગવાન સાથે વાત કરી શકે તેવી શક્તિ પ્રદાન કરી. આમ લોકોનાં દુ:ખ દૂર થવા લાગ્યાં અને સાળંગપુરના ભગવાનનું નામ કષ્ટભંજન પડી ગયું. સ્વામીજીની કૃપાથી નાની જગ્યામાં શરૂ થયેલા મંદિરનું વ્યવસ્થિત બાંધકામ વિક્રમ સંવત 1956માં (ઈ.સ. 1900માં ) શરૂ થયું.


માતા આશાપુરા 

  
  

 કચ્છમાં ભુજથી માત્ર 90 કિમી. ના અંતરે માતા આશાપુરાનું મંદિર આવેલું છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. 

એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય(વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. 
તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. 
પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે,જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દિધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું. 
1819માં કચ્છમાં આવેલા ભૂકંપ દરમિયાન આ મંદિરને ભારે નુકશાન થયું હતું ત્યાર બાદ પાંચ જ વર્ષમાં સુંદરજી શિવજી અને વલ્લભાજીએ આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. ત્યાર બાદ 2001માં આવેલા મહાવિનાશકારી ભૂકંપમાં ફરીથી આ મંદિરને નુકસાન થયું હતું. પરંતુ થોડાક જ સમયમાં આ મંદિરને ફરીથી બંધાવી દેવડાવ્યું હતું. અહીં આશાપુરા માતાની છ ફુટ ઉંચી અને છ ફુટ પહોળી સ્વયંભુ મૂર્તિ બિરાજમાન છે



બહુચરાજી


બહુચરાજી મંદિરનું બાંધકામ સંવત 1835થી શરૂ કરવામાં આવ્‍યું હતું અને સંવત 1839માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્‍ઠા કરવામાં આવી. 15 મીટર લાંબું અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતની બીજી શક્તિપીઠ છે. આ મંદિરની ચારે બાજુએ બુરજો અને ત્રણ દરવાજો આવેલ છે. આ મંદિરમાં ઉત્તમ કારીગીરી કરેલ છે. આ આખુયે મંદિર પથ્થરથી બનેલ છે અને તેની આગળ વિશાળ મંડપ છે. આ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે. મંદિરની પાસે એક અગ્નિ કુંડ પણ આવેલ છે. મંદિરના ઘુમ્મટમાં અને થાંભલાઓમાં રંગીન પૂતળીયો છે. 


આ મંદિરની પાછળ માનસરોવર નામનો એક કુંડ આવેલ છે. જ્યાં ગુજરાતના કેટલાયે લોકો અહીંયા આવીને પોતાના પુત્રનાં સૌ પ્રથમ વખતના વાળ ઉતરાવે છે અને આ કુંડમાં સ્નાન કરાવે છે. તેમણે માંગેલી માનતાને તેઓ અહીં પુર્ણ કરે છે. ઘણાં લોકોના બાળકોને કોઈ ખામી હોય જેમકે બહેરાશ હોય, તોતળુ બોલતા હોય વગેરે તો પોતાના બાળકો જલ્દી સારા થઈ જાય તે માટે માતાજીની માનતા માને છે અને તે માનતા પુર્ણ થયા બાદ તે અહીંયા ચાંદીમાં બનાવેલ શરીરનું તે અંગ માતાજીને ચઢાવે છે. 

અહીંયા દરેક પુર્ણિમાના દિવસે મેળો ભરાય છે અને નવરાત્રિ દરમિયાન ખુબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. તેમજ ભવાઈ જેવા કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. આ મંદિર મોઢેરાથી માત્ર પંદર કિલોમીટરને અંતરે આવેલ છે. ત્યાર બાદ જુનુ શંખલપુર પણ અહીંથી માત્ર પાંચ કિલોમીટરને અંતરે આવેલ છે. આ મંદિર ખુબ જ જુનુ હોવાને લીધે કેટલાયે ગરબા, ગીતો અને ભજનો આની પર લખાયા છે.

અહીયા પહોચવા માટે ગુજરાત સરકાર તરફથી ઘણી બસો ખુબ જ સરળતાથી મળી રહે છે. વળી અહીંયા રોકાવાની અને જમવાની પણ ઉત્તમ વ્યવસ્થા હોવાથી કોઈ જ મુશ્કેલી જણાતી નથી.
    અંબાજી 
  

ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટ થી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે.અને આ ગામમાં અંબાજીનું મંદિર છે.આરાસુર ગામમાં મુખ્ય મંદિર,એની આસપાસ,ધર્મશાળાઓ મોદીની દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે.તેઓના ઝુંપડા દેખાય છે.યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળસ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે.ખાસ વાત યાદ રાખવા જેવી એ છે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર,બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ તેની વર્ષોથી પાસે ધીના બે અખંડ દીવા બળે છે.


માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતા થાય છે. બેઉં વખતે આરતી વખતે પણ દર્શન થાય છે.વર્ષો પહેલા બ્રાહ્મણો અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. અત્યારે તો છે.બાકીના વખતે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે,તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.

અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી પણ કહેવામાં આવે છે.આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે.યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.

અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી.બાળવામાં તો ધી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથાં માયે ન નખાય.પરંતુ ઘી નાખી શકાય.બીજુ એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ.કોઈ પણ પુરૂષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દુર રહ્યો પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રી સંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકશાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.

અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે. અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે.અંબાજીની માન્યાત નાગર જેવી સંસ્કારી કોમમાં ઘણી હોવા છતાં આ ભવાઈનો રિવાજ ચાલું છે તે નવાઈ જેવું છે.
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રૂક્મણિએ આ માતાજીની પૂંજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે. કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.

બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.

શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન :
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન, નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે, અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે. મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.અંબાજી જવા માટે રોડ માર્ગ:
ગાંધીનગર – ૧૫૫ કિ.મી.
અમદાવાદ – ૧૭૯ કિ.મી.
સુરત – ૪૫૭ કિ.મી.
રાજકોટ – ૪૦૪ કિ.મી.
પાલનપુર – ૬૦ કિ.મી.
આબુ રોડ – ૨૩ કિ.મી..
નજીકનું રેલ્વે સ્ટેશન : આબુ રોડ (રાજસ્થાન સરહદ), પાલનપુર (ગુજરાત)
નજીકનું હવાઇ મથક : અમદાવાદ
જૂનાગઢ દર્શન
 

જૂનાગઢના અન્ય જોવાલાયક સ્થળોમાં એક પ્રસિદ્ધ સ્થાન છે ‘ઉપરકોટ’નો કિલ્લો. નવાબોના સમયનો આ કિલ્લો ગિરનારથી આશરે 3-4 કિ.મી. ના અંતરે આવેલો છે. વિશાળ મોટા પ્રવેશદ્વારમાંથી પસાર થતાં ઢોળાવવાળા રસ્તે બે તોપો મૂકવામાં આવેલી છે. ત્યાંથી જૂનાગઢ શહેરનું દ્રશ્ય નયનરમ્ય દેખાય છે. આ ઉપરકોટ વિસ્તારનું સર્વપ્રથમ દર્શનીય સ્થાન છે ‘જુમા મસ્જિદ’. ભારતમાં ભાગ્યેજ જોવા મળે તેવા પ્રકારની આ મસ્જિદ 15મી સદીની છે. એનો ચોક છાપરાવાળો છે જેમાં પ્રકાશ માટે ત્રણ અષ્ટકોણીય પ્રવેશકો છે. એની ઉપર સ્તંભો ઉપર ગોઠવેલા ગુંબજો હોવાની શક્યતા છે. પૂર્વાભિમુખ મુખ્ય પ્રવેશદ્વાર નમાજખંડ કરતાં એક માળ નીચે આવેલું છે. મિહરાબ એટલે કે મક્કાની દિશા તરફનો ગોખલો, ઝરોખા અને દીવાલો પરના પટ્ટા સ્થાનિક પરંપરાગત પથ્થર કોતરણી કળાની અસર દાખવે છે. ત્યાંથી થોડે આગળ ઢાળ ઊતરીને જતા બૌદ્ધગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી આ ગુફાઓમાં ભોંયરામાં ઊતરતા હોઈ તેવો પ્રવેશદ્વાર છે. વિશાળ ખડકોને કોતરીને રસ્તા બનાવવામાં આવ્યા હોય તેવું જણાય છે. ગુફામાં કુદરતી ઠંડક પ્રસરેલી રહે છે. સૂર્યપ્રકાશ મેળ 
ડાકોર 


 ગુજરાતમાં સૌને વ્હાલા કોઈ ભગવાન હોય તો એ છે તેમનો કાનુડો. આ કાનુડાનું જ એક મંદિર છે ડાકોર. આ મંદિર ગુજરાતમાં વડોદરાથી 45 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર પાછળ પણ એક વાર્તા છે. ડાકોર જે પહેલા ડંકપુરના નામે ઓળખાતું હતું, ત્યાં એક કૃષ્ણ ભક્ત બોડણો રહેતો હતો જે દર પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને ભગવાનના દર્શનાર્થે જતો હતો. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ. બોડાણા બધાને વાત કરી. દ્વારકાનાં પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું.ફ્ક્ત્ એક્ રાત્ મા ભગવાન્ રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગ્ યા, સ્ વાર્ મ ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલા ગુગળીઓ(દ્વારકાનાં પુજારીઓ)એ એક યુક્તિ આજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.બોડાણ પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાળી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મુકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનુ વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમા થયું આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.અનેક નામે ઓળખાતાં ભગવાન કૃષ્ણ, દ્વ્રારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયનાં નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંધના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યુ ત્યારે તેઓ મથુરા વાસીઓનાં રક્ષણ માટે તેમને સાથે લઇને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે.આ પ્રસિધ્ધ મંદિર ડાકોરમાં દર પુનમે મેળો ભરાય છે. ધણાં લોકો આ દિવસે આવીને શ્રધ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાંક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે, અને ઈશ્વરના દર્શન કરે છે.અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગજ(બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.
                                                                 ———– X ————
ગુજરાત



પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત


નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

full credit for google